॥ શ્રી ગણેશાય નમઃ ॥ ॥ શ્રી સતી મા ॥
સ્નેહી શ્રી
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી ઉમિયા માતાજી તથા શ્રી બહુચર માતાજીની અસીમ કૃપાથી રંગપર નિવાસી અ.સૌ. રમાબેન તથા શ્રી રમેશભાઈ હરિભાઈ આદ્રોજાના સુપુત્ર
ચિ. ક્રેનિલ
ના શુભ લગ્ન
ચિ. ઇશિતા
આમરણ નિવાસી અ.સૌ. ભાનુબેન તથા શ્રી મહેશભાઈ લીંબાભાઈ કાસુન્દ્રાની સુપુત્રી સાથે વિક્રમ સંવત ૨૦૮૩ ના કારતક સુદ-૬ ને રવિવાર તા. ૧૫-૧૧-૨૦૨૬ ના શુભ દિવસે પાવનકારી શ્લોક અને કર્ણ મધુર ગીતોથી મંગલમય માહોલમાં એકબીજાના ભવોભવના સાથી બનશે. આ નવદંપતિને આશિર્વાદ આપવા આપશ્રી / આપ બન્ને / સહપરિવાર પધારવા અમારું સ્નેહભર્યું નિમંત્રણ છે.










